જે ઉપર છે એ ઠઠારો સંક્રમિત છે,
આપણી વાણી, વિચારો સંક્રમિત છે.

કૈંક લોકોની બુરી નજરો અડી ગઈ,
સૃષ્ટિનો સુંદર નજારો સંક્રમિત છે.

બીક લાગે છે નશીલા જામ પીતાં,
એની આંખોનો ઈશારો સંક્રમિત છે.

વાઈરસ છે લોભ ,લાલચ ને ભ્રષ્ટાચાર,
એક બે નહિ પણ હજારો સંક્રમિત છે.

તાજગીની વાત ક્યાંથી લાવું મનમાં,
ફૂલ ,ખુશ્બુ ને બહારો સંક્રમિત છે.

હિન્દુ મુસ્લિમનો લગાવ્યો રોગ કોણે?
માનવીમાં ભાઈચારો સંક્રમિત છે.

ક્યાં જવું તાજી હવા ખાવા બતાવો,
ધરતી 'સાગર' ને કિનારો સંક્રમિત છે.
રાકેશ સગર 'સાગર' વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111615276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now