આફ્રિકામાં ક્રાંતિ થઈ તો નેતાઓએ અખબારમાં છપાવી દીધું કે આફ્રિકામાં શિક્ષણ બમણું થઈ ગયું છે. પણ જ્યારે ખરેખર તેની પાછળ સાચી શોધખોળ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આફ્રિકાના એક ગામડામાં પહેલા જે સ્કૂલમાં એક બાળક અભ્યાસ કરતો હતો ત્યાં હવે બે બાળકો આવે છે. માટે ત્યાં શિક્ષણ બમણું થઈ ગયું !!

આંકડા જેટલું જુઠ્ઠું બોલે છે એટલું બીજું કોઈ બોલતું નથી.
દેશમાં લોકો ગરીબ થતા જાય છે અને છાપા વાડા લખે છે કે દેશની સંપત્તિ માં વધારો થઈ રહ્યો છે. લોકો મૃત્યુ પામે છે અને નેતાઓ આંકડાઓ સમજાવે છે.

હમણાં તમે રોજેરોજ સમાચારમાં જોતા હસો. કોરોનાના ના આંકડા. આજે એટલા નવા કેશ, આજે એટલા સજા થયા,આજે આટલા મૃત્યુ પામ્યા પણ જમીની હકીકત કંઇક અલગ જ હોય છે.

હું અર્થશાસ્ત્રી નથી એટલે મને તો એમાં ઓછું ખબર પડે પણ હમણાં GDP ના આંકડાઓ આવ્યા. બધાએ પોતાને અનુરૂપ પોઝિટીવ નેગેટીવ રીવ્યુ આપ્યા. પણ એક સામાન્ય માણસને GDP શુ છે તે પણ ખબર નથી હોતી. બસ આ બધી આંકડાઓની માયાજાળ છે.

"સૌથી મોટું જૂઠ કઈ હોય તો એ આંકડાઓ છે."

Gujarati Blog by ભાવેશ રોહિત : 111615130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now