સમય
વસંતનો વૈભવ કેસૂડો
તો ગ્રીષ્મ પણ ગાંજ્યો જાય એમ નથી.
લાલચટ્ટક સાફો પહેરી ઉભેલો ગુલમહોર,
પીળા પિતાંબર માં શોભતો ગરમાળો.
કોડીલી નવોઢાના ગુલાબી અધર સમ ગુલાબી ફૂલોથી શોભિત વૃક્ષો.
આ બધામાં ખૂટતી ફોરમ પૂરવા થનગનતો મોગરો.
આ છે ગ્રીષ્મનો વૈભવ.
સમય નથીનુ બહાનું બતાવીએ
પછી ક્યાંથી માણીએ આ વૈભવ?

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

Gujarati Romance by Vibhuti Desai : 111614858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now