જે શનિદેવથી ડરે છે બધા દેવતા અને મનુષ્ય, તે પણ નહોતા બચી શક્યા 1 ઋષિના ક્રોધથી, ઋષિનો બ્રહ્મદંડ વાગવાના કારણે જ આટલું ધીમે ચાલે છે શનિદેવ

શનિને જ્યોતિષમાં ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ, શનિદેવ લોકોને તેમના સારા-ખરાબ કર્મોનું ફળ આપે છે. એટલે તેમને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે., ગ્રંથોમાં શનિદેવના સંબંધમાં અનેક કથાઓ પ્રચલિત છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શનિની ગતિ મંદ એટલે કે ધીમી છે, પરંતુ ઓછા જ લોકો એ જાણતા હશે કે આવું ક્યા કારણથી છે? આખરે કેમ શનિ મંદ ગતિએ ચાલે છે. તેના વિશે પણ આપણાં ગ્રંથોમાં કથાનું વર્ણન છે, જે નીચે જણાવ્યાં મુજબ છે.

શિવજીના અવતરે કર્યો હતો શનિદેવ પર પ્રહાર

- પુરાણો મુજબ ભગવાન શિવે પોતાના પરમ ભક્ત દધીચિ મુનિને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેમનુ નામ પિપ્પલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલા જ તેમના પિતા દધીચિ મુનિની મૃત્યુ થઈ ગઈ.

- યુવાન થયા પછી જ્યારે પિપ્પલાદે દેવતાઓને તેના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદ્રષ્ટિને તેનું કારણ ગણાવ્યું. આ સાંભળીને પિપ્પલાદ ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ પર પોતાના બ્રહ્મદંડથી પ્રહાર કર્યો.

- શનિદેવ બ્રહ્મદંડનો પ્રહાર સહન નહોતા કરી શકાત એટલે તે તેનાથી ડરીને ભાગવા લાગ્યા. ત્રણેય લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મદંડે શનિદેવનો પીછો કરવાનું બંધ ન કર્યું અને તેમના પગ પર જઈને વાગ્યો.

- બ્રહ્મદંડ પગ પર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા. ત્યારે દેવતાઓએ પિપ્પલાદ મુનિને શનિદેવને માફ કરી દેવા વિનંતિ કરી. દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે.

- દેવતાઓના આગ્રહ પર પિપ્પલાદ મુનિએ શનિદેવને માફ કરી દીધા અને વચન લીધો કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમરના શિવભક્તોને કષ્ટ નહી આપે. જો આવું થયું તો શનિદેવ ભસ્મ થઈ જશે. ત્યારથી જ પિપ્પલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111614417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now