મને ગમે એ કરે છે તું
કહેને મનમાં તારા રમે છે શું?

શબ્દોની માયાજાળ મુક
કહેને આંખો તારી કળે છે શું?

કઈ કેટલાય ચહેરાઓની વચ્ચે
નાંખે નજર ને નામ મારુ જડે છે શું?

છુપાવીને ભાવ મનનાં
રોજ હ્ર્દયને તારા છળે છે તું.

નથી પ્રેમ તો કાંઇ _ નહીં પણ
એ કાંઇ અને નહીં વચ્ચે જે છે
એને સ્વીકારતા કેમ ડરે છે તું?

- જીગર બુંદેલા

Gujarati Romance by jigar bundela : 111614043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now