#શિયાળા ની સવાર
સર્વ ને સુપ્રભાત🙏વંદે માતરમ્ 🙏

શિયાળો ધીરે ધીરે પગરવ ભરી રહ્યો છે ત્યારે..
શિયાળાની સવાર

સવાર તો આહલાદક અને અદ્ભુત હોય છે
( સૂર્યવંશી માટે નહિ.)
હર મોસમની સવાર પોતાની આગવી લાક્ષણિતા સાથે આવે છે.
શિયાળા ની સવાર સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે તો
પ્રિયતમ સમી હોય છે. જેમ પ્રિયતમા ની અમુક વાત ના ગમતી હોય છતાં ચૂપચાપ ચલાવી લેતા હોય
છીએ ને ?
સવારે ચાલવાનું , કાળા ને ઉકાળા પીવાના. અમુક
સામાન્ય રીતે ના ખાતા હોય તેવી વસ્તુઓ ખાવાની શરૂઆત થઈ જાય છે.
આખા વરસમાં જે કાર્ય કર્યા અને જે ના કરી શક્યા હોય આપણા શરીરથી તેમને સર્વિસ કરવાનો સમય એટલે શિયાળો!આખા શરીર નું ઓવર ઓઇલીગ કરવાનું હોય છે.આપણી પરંપરાગત રીતે થાય છે.
આખા વરસમાં સતાવતી બીમારીથી દુર રહેવા માટે
કડવુકડિયાતું , ખજુરપાક , અડદિયા , મેથીપાક અને
કાટલું વિગેરે ખાવાની મોસમ.
આજના યોવન ને આ બધું કયાં ગમે છે? કોઈક
દેખાદેખીમાં તો કોઈ દિલથી થોડા દિવસ શિયાળામાં વહેલા ઊઠી ચાલવાનું,કસરત અને યોગ શરૂ કરે છે.
સંગીતા પાછળ સ્વર પણ જીમમાં ચાલવા લાગે છે!પછી?
પછી સંગીતા ગમતા સ્વરે નથી ગાતી એટલે ઓરેંગઝેબ બની જાય છે પછી પાછા હતા ત્યાં ના ત્યાં! તો કોઈ મનગમતા સહવાસ સાથે શિયાળાની
અલાહદક મોસમને માણતા હોય છે.
સર્વ ને શિયાળો મુબારક
અસ્તુ
અનિલ ભટ્ટ

Gujarati Motivational by Anil Bhatt : 111613677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now