મોતી સમું જો છીપથી ચમકી શકાયું હોત તો,
દરિયા કિનારે મોજથી રઝળી શકાયું હોત તો?

નવ વર્ષની શુભકામનાઓ કામ લાગી, માનતે,
આનંદથી આખું વરસ ઉજવી શકાયું હોત તો.

તરછોડવાની સાવ ઓછી થઈ જતે સંભાવના,
હિમ્મત કરીને બાવડું પકડી શકાયું હોત તો.

કારણ વગર ચાલ્યા કર્યું એ ટાળવું સહેલું હતું,
ખોટી દિશા સમજાય ત્યાં અટકી શકાયું હોત તો.

ના કૂતરાની જેમ હાંફ્યો હોત આખી જિંદગી,
શું જોઇતું'તું એ જ બસ સમજી શકાયું હોત તો.

~~ હેમાંગ નાયક ~~

Gujarati Poem by Rinku Panchal : 111613351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now