આજની રચના "નદી" જો ગમે તો કહો હા.

દોડી દોડી આવે, પ્રેમ પાલવ પાથરે તે નદી,
દરિયો દડી દડી આવે, તેને કેમ કે'વાય નદી.

પર્વત પુત્રીનો પ્રેમ પાવક, સાગરનું સોણલુ,
મન એવું ઘુઘવતું, જલ્દી મળવા આવે નદી.

જો દરિયો દિલાવર, તો શરણાગત છે નદી,
ભરતી ને ઓટ આવે, કદી ઓટ ન કરે નદી.

મલકનો, મબલખ મળ્યો, માનવ મેરા'મણ,
કેમ પરખવો, કોણ દરિયો, કોણ વે'તી નદી?

લાવ તારા હાથમાં, નદીનું ગીત લખી દઉં,
શાંત સૂરમાં, ઝાંઝર રણકારથી ગાય તે નદી.

'સ્વજન' શ્યામ તારો સાગર, ને હું વે'તી નદી,
'હું'ના ડુંગરે બેઠી, તોયે હું શરણે સરતી નદી.

ભાગવત વક્તા યોગેશભાઇ 'સ્વજન'

Gujarati Poem by Rinku Panchal : 111613346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now