•સંસાર

ગળે ડૂમા ડુસકાનું રાજ ને ઊંડા હ્રદયે કંઈ કેટલાય ચિત્કાર; જાણે જીવ્યો જીંદગીનો સાર..!

વિચાર વમળો બની ઊછળ્યા ને પ્રેમ નામે લાગણીઓ અપાર; જાણે આંખે છલકાયો ધોધમાર..!

હા એક અજાણ્યો માણસ જીંદગીના પન્ને રંગમંચનો કલાકાર; જાણે અવતર્યો કઠપૂતળી અવતાર..!

એકાંતે ભુતકાળ વાગોળ્યો કરવા પશ્ચાતાપ કરેલી ભૂલો હજાર; જાણે ઓશીકે નવા સ્વપ્નોની ભરમાર..!

રાહ નવી ને આકાર આપવા ડગ માંડ્યા કરી કાંટા સડક પાર; જાણે મુશાફર એકલો જ કિરદાર..!

એક પડછાયો પોતાનો ઓળખવા ગયો છેક મોતની લગાર; ઓ ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર..!

#TheUntoldકાફિયા

Insta @kafiiya_

Gujarati Poem by TheUntoldKafiiya : 111612500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now