#આવજે ૨૦૨૦

૨૦૨૦ તને પત્ર લખવાનું મન થયું છે એટલે લખવો તો પડશે.... પણ હું તને 'પ્રિય' સંબોધન કરું કે નહિ એવી અસમંજસ ભરી સ્થિતિમાં છું, પણ લખું છું
પ્રિય ૨૦૨૦,
તને મળીને જરાપણ આનંદ નથી થયો ! તું તો સમુદ્રમંથન પર પીએચડી કરીને આવ્યું હો એવું લાગે છે. તેં જગતમાં બધાને દુઃખ જ આપ્યાં એવું તો નથી ! તારા શરૂઆતના સમયે તેં કદાચ ઘણાંને સુખ અને સમૃદ્ધિ આપ્યા હશે પરંતુ પછી તેં જે વિકરાળ સ્વરૂપ "કોરોના" રૂપે અમને બતાવ્યું છે તેનાથી આખું જગત સ્તબ્ધ બની ગયું છે. તે ઘણાં પરિવારમોભી તો કોઈનાં દીકરા-દીકરી છીનવી લીધાં. એ રીતે તે ઘણા કારમા આઘાત આપ્યા છે. અમે અમારા અમુક તહેવારો મન મારીને મનાવ્યા તારા વિકરાળ સ્વરૂપ ને કારણે.
આમ જોકે તું કોરોના લઈ આવ્યું તેનાથી સારું પણ થયું છે. તેં અમને અમુક સારી વાતો શીખવી છે તેનો હું ઇનકાર પણ કરી શકું તેમ નથી. તે અમને ઓછી જરૂરિયાતથી જીવતા શીખવ્યું ! તેં અમને એકલા અને સહપરિવાર રહેતા શીખવ્યું. વતનથી દૂર અજાણી જગ્યાએ રહેતા શીખવ્યું. જિંદગી નું મૂલ્ય સમજાવ્યું. પરિવારમાં દરેક વ્યક્તિ દરેક કાર્ય કરી શકે છે તેવું શીખવાડ્યું. અમુક કાર્ય ફક્ત સ્ત્રીએ જ કરવા એવી પુરુષોની માન્યતા બદલાઈ ગઈ અને જાતે ઘણું શીખ્યા. ઘણાં ઘણી સારી વસ્તુ શીખ્યા છે તો નઠારા લોકો હજુ પણ જાણે કશું શીખ્યા નથી !
આખા હિન્દુસ્તાને દિપાવલી ખુશી ખુશી મનાવી તો તારાથી એ પણ સહન ના થયું ! તેં ફરી તારા વિકરાળ સ્વરૂપનાં દર્શન આપ્યાં !
હે ૨૦૨૦, તું જતા જતા વધુ તકલીફ અને દુઃખ ન આપજે . આ "કોરોના" ને સાથે લઈ જજે. તારા પછી આવનારું વર્ષ ૨૦૨૧ કેવું હશે એ તો ઉપરવાળો જાણે પણ અમારું નવા વર્ષ તરફનું પ્રયાણ વસમું ના બને એવી અપેક્ષા અને આશા સાથે આ પત્ર પૂરો કરું છું.
અસ્તુ
અનિલ ભટ્ટ.

Gujarati Motivational by Anil Bhatt : 111612432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now