# માણસ

લાગણીમાં તરબોર ઘાટ કે આકાર વગરનોઆદમી .
ઝખ્મોથી લાલ લાગણી એષણા વગરનો આદમી .
ઘણા સાથે ભજવાય પછી ભજવે છે નાટક બધે ,
જિંદગીના રૂપક માં કથા કે સાર વગરનો આદમી .
પ્યાર થતો નથી કે કરવો પડે છે હવે અહીં દોસ્તો ,
પ્રેમ પ્રકરણોમાં મળે વચન કે વફા વગરનો આદમી .
સમય ની સાથે સતત કદમ મિલાવતો જાય છે તે ,
તે છતાં મળે છે કાંટા કે કમાન વગરનો આદમી .
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111611905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now