કેલેન્ડરનાં પાનાં બનીને ફરી ગયું,
કોને ખબર, આખું વરસ ક્યાં સરી ગયું.

ઉગ્યું હજી તો ડાળ પર, પાકતાં પહેલાં ખરી ગયું,
ભૂલી ભૂલાય નહીં એવી, નવા જૂની ઘણી કરી ગયું.

લાગતું'તુ કે ડૂબી જશે, પણ સુખરૂપ એ તો તરી ગયું,
સુખ દુઃખ ની યાદોનો ખજાનો, પોતાની સાથે ભરી ગયું.

હાડ ગાળતી ટાઢકમાં, શ્રધ્ધાનું તાપણું ઠરી ગયું,
મૃત્યુની ક્યાં વાત જ કરવી, અહીં તો કોઈ જીંદગીથી ડરી ગયું.

કેવો છું હું જોઈ શકું, આયનો એવો ધરી ગયું,
ભાન થતાં હકીકતનું સાચ્ચે, અભિમાન સઘળું ઉતરી ગયું.

પોતિકી માની'તી જેને, પળો એ મારી હરી ગયું,
ઘેરી વળી ઉદાસી એવી, મન જાણે મરી ગયું.

જતાં જતાં આમ તો જો કે, નવા વર્ષની ભેંટ ધરી ગયું,
આપીને ઉજાસ સૌને, ખુદ અંધારામાં ગરી ગયું,
કોને ખબર, આ જૂનું વરસ ક્યાં સરી ગયું.
💐💐💐🙏

Gujarati Poem by Sangita Behal : 111610924
Shefali 3 years ago

નવા વર્ષની શુભેચ્છા 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now