આ તે કેવું નૂતનવર્ષ જ્યાં ના થાય કોઈનીયે સાથે ભેટ,
આ તે એવું નૂતનવર્ષ બસ વિડિયો કોલમાં કરીએ ભેટ.

આ તે કેવું નૂતનવર્ષ જ્યાં રોગના ડર સાથે મીઠાઈ ખવાતી,
આ તે એવું નૂતનવર્ષ બસ કરવી પડે દરેક મનમાની જતી.

આ તે કેવું નૂતનવર્ષ જ્યાં ખરીદવા રહ્યા માસ્ક વસ્ત્ર સાથ,
આ તે એવું નૂતનવર્ષ બસ અહી - તહી ફરવું મુખોટા સાથ.

આ તે કેવું નૂતનવર્ષ જ્યાં આગવું સ્થાન સેનેટાઈઝરનું હોય,
આ તે એવું નૂતનવર્ષ બસ અનુસરવું તમામ જો જીવવું હોય.

આ તે કેવું નૂતનવર્ષ જ્યાં સાવચેતી ને પ્રાથમિકતા આપીએ,
આ તે એવું નૂતનવર્ષ જ્યાં ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ.
- રશ્મિ રાઠોડ

Gujarati Poem by Rashmi Rathod : 111609959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now