જે દિવાળીમાં વરસ જેવું વરસ કૈં છે જ નહિ,
એ દિવાળીને ઉજવવાનો અરથ કૈં છે જ નહિ !

તું કહે છે કે બહુ અઘરો વિષય છે પ્રેમનો,
હું કહું છું : પ્રેમ જેવું તો સરળ કૈં છે જ નહિ !

એને મન થાશે ને બસ ત્યારે સજા દેશે તને,
એના હિસાબો મહીં અહીંયા તરત કૈં છે જ નહિ.

તુંય સુંદર, હુંય સુંદર, બેઉ ગમતાં બેઉને,
આપણામાં આમ જુઓ તો ફરક કૈં છે જ નહિ !

એણે સામે ચાલીને દર્શન કરાવ્યા આજ તો !
આજની મારા તરફથી તો અરજ કૈં છે જ નહિ.

આપણે મનમાં કલર રંગોળીનાં ધારો 'નિનાદ',
આ દિવાળીમાં કલર જેવાં કલર કૈં છે જ નહિ.

- નિનાદ અધ્યારુ

Gujarati Poem by Rinku Panchal : 111609545

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now