હૈયા સુકાણાં, આખોંથી વરસ્યાં,
અવધ માં રઘુ કુળ રીત સચવાઈ છે,

વાયરો રૂક્યો, ડાળીયે પાંદડા જુક્યા,
આજે રાઘવ વનવાસ જાય છે,

રાજપાઠ છોડી ચઉદ વરસ ના વનવાસે,
હરખેથી સિયારામ વિદાઈ લઇ જાય છે,

ઘરેણાં છોડ્યા, વસ્ત્રો છોડ્યા, ગાદી છોડી,
સાથે ધર્મ ને રક્ષા માટે બાણ લઇ જાય છે,

બધું ગુમાવી શાસ્ત્રો-શસ્ત્ર ની આવડતથી
ભારતવર્ષ માં ધર્મશાંતિ સ્થાપિત થઇ જાય છે,

વર્ષો વીત્યા અવધમાં ભાસ્કર સોનેરી બની,
આજે કંઈક કુતુહલ કરતા જણાય છે,

વાયરા ફૂક્યા, જાળવા ખીલ્યા, પશુપંખી ખીલ્યા,
રાઘવ ના આવવાના એંધાણ વર્તાઈ જાય છે,

એક પહોર, એક વરસ જેટલો લાંબો થયો,
માનવીમાં ધીરજ ખૂટી જાય છે,

જન્મભૂમિ માં પાછા ફરતા લૌકિક ભગવાન,
ખબરો સુણી પ્રજાનો ઉત્સવ ગોઠવાય છે,

ઉંમરો, ફળિયું, શેરીયુંમાં દીવડા પ્રગટાવી,
સિયારામ ની દીપાવલી ઉત્સવ ઉભો થાય છે,

મનના સુકેલા ધાગા માં સૂર્ય રૂપી તરંગો ના,
તેલ રેડાઈ અલોકિક દિવાળી પણ ઉજવાય છે,

છોકરા,જુવાનિયા,ઘરડા એક સમાન,
ઉત્સવના ભાગીદાર થાય છે,

ચરણ પ્રભુના ગામને નાકે પડતા સૂર્ય ભાસ્કર,
દીવડાઓ ની જ્યોત સમાન ચમકી જાય છે,

ઝૂંપડા,ખોયડા,મહેલોમાં માં સમભાવે,
દીપ પ્રગટાવી દિવાળીની મહેક રેલાવી જાય છે,

સરયૂ ના નીર માં ચન્દ્રમા ના તેજ કરતા,
કિનારે દીપપ્રાગટ્ય ચંદ્રને શરમાવે છે,

Gujarati Religious by Saurabh Sangani : 111609252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now