દિવાળી
મન પુછે દિવાળીને કે કયા,
ખોઇ તે તારી ઓળખાણ.
શોધે તને આસપાસ પણ,
તુ રંગાણી અર્વાચિન રંગમાં,
શોધે તને પાંદડા-ફુલોના તોરણમાં,
પણ તુ ખોવાઇ બંધ બારણામાં.
શોધે તને ચાંદલીયા-સુતળીબોમમાં,
પણ તુ ખોવાઇ આતશબાજીમાં.
શોધે તને સ્વજનોની હુંફમાં,
પણ તુ ખોવાઇ ન્યુ યર પાર્ટીમાં.
શોધે તને મગસ-મોહનથાળમાં,
પણ તું ખોવાઇ કાજુકતરીમાં.
શોધે તને પ્રકાશિત દિવડામાં,
તુ ખોવાઇ ઝગમગતી રોશનીમાં.
શોધે તને સાકરના કટકામાં,
તુ ખોવાઇ મોંઘા ડ્રાયફ્રુટસમાં.
શોધે તને મઠિયા-ખાખરામાં,
તુ ખોવાઇ પિત્ઝા-બર્ગરમાં.
શોધે તને મંદિરની પુજામાં,
તુ ખોવાઇ હોટેલના ડિનરમાં.
શોધે તને શેરી-આંગણામાં,
તુ ખોવાઇ પિકનીકની મોજમાં.
શોધે તને અેકબીજાના રામરામમાં,
તુ ખોવાઇ હેપી ન્યુ યરના દોરમાં.
શોધે તને દિવાળીકાર્ડના તારમાં,
તુ ખોવાઇ મોબાઇલના મેસેજમાં.
શોધે તને અહી આસપાસ,
તુ ખોવાઇ તહી ચારેકોર.
-રશ્મિ રાઠોડ

Gujarati Poem by Rashmi Rathod : 111608983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now