વાસ્તવિકતાથી પર સ્વપ્ન મળ્યું,
ને સ્વપ્નમાં ઝાંઝવાનું જળ મળ્યું.

રહેતા બધાં ભલે વ્યસ્ત ઘોંઘાટમાં,
હું એ જળમાં મ્હાલીને મસ્ત રહું.

મારે વશ નથી કરવું ઘેરા તિમિરને,
બસ મુઠ્ઠીભર ઉજાસને હું હૈયે ધરું.

સકળમાં વ્યાપ્ત આ ગાઢ કોલાહલ,
એમાં હું સાવ થોડી હળવાશ ધરું.

તારી યાદોની આ સોડમ પ્રસરી બધે,
હવે તો એ યાદોમાં જ મુગ્ધ હું રહું.

Gujarati Poem by Urvashi : 111606834
Urvashi 3 years ago

આભાર 🙏

sAchin p 3 years ago

અદ્ભુત... ખુબ જ સારી રીતે શબ્દો ને શણગારી ને રજૂ કરો છો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now