શું કરવા કરો છો આટલો બધો દેકારો?
જીવતું ક્યાં કોઈ અહીં મરે છે રોજ!
કોલગેટ સ્માઈલથી ટેવાઈ ગયા છે બધાં
ભીતર બાળીને લાલ ગાલ રાખે છે રોજ!

શ્વાસ-ઉચ્છવાસના આવાગમનનો ખેલ બધો,
પોતાની જ અર્થી ઊંચકીને આનંદે છે રોજ!
પોતાને તો પ્રેમ કદી કરી શક્યા નથી,
બીજાને ચાંદ-તારા બતાવે છે રોજ!

ઘર, બૈરી છોકરાં અને નોકરી તો છે ને!
જીવી લીધાનું ઠાલું આશ્વાસન લઈ લે છે રોજ!
ઈશ્વર સાથે ય નફા તોટાનું ગણિત છે,
કામ પાર પડે, ઘીનો દીવો કરે છે રોજ!

-Smita Trivedi

Gujarati Poem by Smita Trivedi : 111605403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now