જેસલ તોરલ ફિલ્મ નું આ ગીત/ભજન છે આશા રાખું છુ સૌ ને ગમશે ...🙏👇

https://youtu.be/1gV2xl0IQtk

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરિ તારા નામ ની રે અલખ ના રે ધામ ની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની....રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરિ તારા નામ ની રે અલખ ના રે ધામ ની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

Gujarati Song by Krupa Thakkar #krupathakkar : 111605377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now