જીવન ની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
મારે તારો તો ક્યારેક તારે મારો સાથ છોડવો પડતો હોય છે,
આ જ છે જો જીવનની વાસ્તવિકતા નિભાવવી પડતી હોય છે,
ક્યારેક આપણે કોઇ માટે થઈ જીવવું પડતું હોય છે,
ક્યારેક જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
ક્યારેક પોતાનાઓને છોડી પારકા નાં થવું પડતું હોય છે,
ક્યારેક પારકા માટે થઈ રાહને બદલવી પડતી હોય છે,
ક્યારેક નવી કેડી પણ શોધવી પડતી હોય છે,
જ્યારે જૂની કેડી ફક્ત તકલીફો આપતી હોય છે,
ક્યારેક કોઈ નાં માટે થઈ સપનાં તોડવા પડતાં હોય છે,
ક્યારેક સપનાં પૂરાં કરવા સાથ પોતાના નો છોડવો પડતો હોય છે.
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
માબાપ ને પણ એકલા મૂકવા પડતાં હોય છે,
જ્યારે દીકરીને પારકા પોતાના કરવા પડતાં હોય છે,
એકપળ એવી પણ બની જાય છે ,એ પારકા દીકરી માટે પોતાના બની જાય છે ,
ત્યારે માબાપ એમની માટે પારકા બની જતાં હોય છે,
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે.
વ્યસ્ત સમય હોય ત્યારે પોતાના ભૂલવા પડતાં હોય છે,
ક્યારેક સમયની અછત પોતાના ને કરેલાં અન્યાય યાદ અપાવતા હોય છે.
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે.

      લિ. ધ્રુપા પટેલ

-Dhrupa Patel

Gujarati Poem by Dhrupa Patel : 111605328
shekhar kharadi Idriya 3 years ago

अति सुंदर

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now