•°•°•°•°•🌟•°•°•°•°•
*। | અફસોસ | ।*

*મળી ગયાં શબ્દો પણ...*
*આકાર આપવાનું રહી ગયું...!*
*બીજાંને કહેતો રહ્યો ને...*
*ખુદને જગાડવાનું રહી ગયું...!*

*રચ્યોપચ્યો રહ્યો...*
*માયા, મમતા'ને લોભમાં*
*બધાંની ઓળખાણો કાઢી*
*આત્માને ઓળખવાનું રહી ગયું...!*

*દોડતો રહ્યો છું*
*રાત દિ' સદા સ્વાર્થ માટે...*
*પરમાર્થ જ પાર પાડશે*
*એ વાત જાણવાનું રહી ગયું...!*

*બધાં સંબંધ છે*
*જન્મથી મૃત્યુ સુધીનાં...*
*ખબર હોવાં છતાં*
*મનને સમજાવવાનું રહી ગયું...!*

*અંધ બની ભાગતો રહ્યો*
*દોલત પાછળ સદા...*
*માયા માટી છે ખબર હતી*
*છતાં ચેતવાનું રહી ગયું...!*

*પૂજ્યા ઘણાં મેં દેવ*
*પથ્થર તણાં ચારેકોર...*
*ઘરમાં બેઠેલાં ભગવાનને*
*યાદ કરવાનું રહી ગયું...!*

*અંતે એક વાતનો*
*અફસોસ રહી ગયો જીવનમાં*
*આવ્યાં હતાં માનવ દેહમાં 'ને...!*
*માણસ બનવાનું રહી ગયું...!* 🙏🙏
#અફસોસ

Gujarati Motivational by Mukesh Dhama Gadhavi : 111604414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now