ખોબો ભરીને ખુશીઓ વેહચું છું,
નથી હું ખુશ, છતા હુંફ વેહચું છું..!

લાગણીઓ ના તાણા વાણા માં, પોતાની જાત ને વેહચું છું, નથી હું ખુશ, છતા હુંફ વેહચું છું..!

પરસ્પર બદલાતી જીંદગીની રીત વેહચું છું, નથી હું ખુશ, છતા હુંફ વેહચું છું..!

એક મેકના સંગાથની સોબતને એક કરી વેહચું છું, નથી હું ખુશ, છતા હુંફ વેહચું છું..!

કેમ કરવી દુઃખ ની નિલામી "સ્વયમભુ" મારી જાત ને ઘસી ને હું ખુશી વેહચું છું,
નથી હું ખુશ છતા હુંફ વેહચું છું..!

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

-Ashwin Rathod

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111604277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now