...#... જ્ઞાન અને જીવન ...#...

ઘણા દિવસથી જ્ઞાનગોષ્ટીનો સંયોગ નહોતો રચાતો એ બદલ ક્ષમાપ્રાર્થી છું...
ચલો,"દેર આયે દુરુસ્ત આયે "...
આજે આપણે જ્ઞાન સાથે એક ઉત્તમ જીવન કેમ જીવવું? એની વાત કરીયે... વાત કરીએ સનાતન ધર્મની... જે જ્ઞાન સાથે જીવનનો સાર આપે છે,ચાલો જરીક જ્ઞાનજીવીએ....

મહર્ષિ ભર્તૃહરિ રચિત ત્રણ શતકમાંના એક એવા "નીતિશતક"નો એક શ્લોક યાદ આવે છે...
"અજ્ઞ: સુખમારાધ્ય: સુખતરમારાધ્યતે વિશેષજ્ઞ:

જ્ઞાનલવદુર્વિદગ્ધં બ્રહ્માડપિ તં નરં ન રંજયતિ."

અર્થાત્...- "અજ્ઞાનીને સમજાવવા આસાન છે. ‘સુખમારાધ્ય:’ એટલે કે સુખેથી, શાંતિથી, સરળતાથી અજ્ઞાનીને સમજાવી શકાય છે. ‘સુખતરમારાધ્યતે વિશેષજ્ઞ:’ જે થોડું જાણે છે, જેની પાસે થોડી જાણકારી છે એને સમજાવવા વધુ સરળ છે, પરંતુ જે માની બેઠા છે કે હું જાણકાર છું એમને સમજાવા તો બ્રહ્મા માટે પણ મુશ્કેલ છે!"
એમાં થોડું એડ કરી દો. કંઈ ન જાણતા હોવા છતાં પણ જે દંભ કરે છે કે હું તો ઘણું જાણું છું, એમને સમજાવવા તો "મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ".. હા હા.
ભર્તૃહરિ કહે છે કે, બ્રહ્મા પણ એમને નથી સમજાવી શકતા તો માણસ બિચારો શું સમજાવી શકવાનો? જ્ઞાનના દંભ કરતાં અજ્ઞાનતા સારી બાબત છે. જાણકારીના પ્રપંચથી અજ્ઞાનતા ખૂબ જ સારી છે. આપણે સમજી નથી શકતા કે, આપણે સાવ મૂઢ રહીએ એ અત્યુત્તમ છે,અથવા તો આપણે સત્સંગ કરીને થોડો વિવેક પ્રાપ્ત કરી લઈએ એ સારું છે, પરંતુ કૃપા કરીને હું અને તમે કંઈ પણ ન જાણતા હોવા છતાં પાખંડ ન કરીએ કે,"હું બધું જાણું છું!"

વિષયી જીવને સમજાવવાની કોશિશ કરીએ તો ચાર પ્રકારે કરવી પડે છે, અને એ છે - "સામ, દામ, દંડ, ભેદ."
પણ વિષયી જીવ, આપણા જેવા જીવ છે, એ કંઈ શાંતિથી(સામ) થોડા સમજે છે? થોડા પૈસા આપીને સમજાવવા પડે કે "લે ભાઈ, ને વાત પૂરી કર! " હા હા...
તોય ન માને તો દંડ-ભય બતાવવો પડે.
એમ છતાંય ન માને તો કપટ કરે, ભેદ કરે, નેપથ્યમાં રહીને ષડ્યંત્ર રચવામાં આવે અને સમજાવવાની કોશિશ કરે.
વિષયી જીવને સમજાવવાની આ બધી રીત છે.
વાત કરીયે સાધક જીવની...(આપ અને હું)
આ જીવને સમજાવવાની ઉત્તમ રીત છે, "જ્ઞાન અને અર્થ." જો આ જીવને ઉત્તમ જ્ઞાન સાથે એ જ્ઞાનનો યોગ્ય અર્થ સમજાવવામાં આવે તો નિ:સંદેહ એ "જીવ તો શિવ " બની જાય.
ખરેખર???
આ યાર પચ્યું નઇ હો... (હજમ ના થયું એમમમ...)
ના થયું ને??
આ આપણા ધર્મગુરુઓ ને પણ ના હજમ થયું બોલો...
કેવી રીતે?
સમજાવું ચાલો...
આ આપણા ધર્મગુરુઓએ આપણને ભગવત્‌ ગીતાનું જ્ઞાન આપ્યું,કુરાનનું જ્ઞાન આપ્યું, બાઇબલનું જ્ઞાન આપ્યું...વેદ,પુરાણ,ઉપનિષદ રુપી ભંડાર આપ્યો....
પણ "જીવનનો અર્થ"...?
નાઆઆઆઆ... એ થોડું કંઇ આપી દેવાય...

ચાલો આવાજ ધર્મગુરુઓની એક જૂની વાર્તાને સમજાવું...પણ એક અલગ રીતે...
વાર્તા એક જ... પણ સાર જુદો...

"ગાર્ડન ઓફ ઇડન"... ખૂબ જૂની કથા છે.
એ કથા પ્રમાણે એ ગાર્ડનમાં ઘણાં વૃક્ષ છે. ગાર્ડન તો કહ્યું છે પણ વાસ્તવમાં તો એ છે આખું "જંગલ", લો બોલો...
અને ત્યાં જીવનનો અર્થ નથી સમજાવાયો.
કે પછી કહેવાતા ધર્મગુરુઓ નથી સમજાવવા માગતા.
તેઓ આપણને જણાવે છે કે, એ બગીચામાં ફક્ત બે વૃક્ષ છે,
એક વૃક્ષનું નામ છે 'જ્ઞાન'.અને એક વૃક્ષનું નામ છે 'જીવન'. એમણે કહ્યું કે,"જ્ઞાનના વૃક્ષનું ફળ ખાવું,અને જીવનના વૃક્ષનું ફળ ના ખાવું."
મનુષ્યે જ્ઞાનનું ફળ ખાઇને જ્ઞાની,કુશળ,સમજદાર બની જવું,પણ જીવનફળ ખાઇને ઉત્તમ જીવન ના જીવવું.
અરરરર....ધર્મના નામે આપણી સાથે આ કેવી બેઇમાની કરવામાં આવી છે વિચારો જરા...
જો તમે જ્ઞાની થઇ જાવ તો સૌને ગમે,પણ જો તમે જીવનના અર્થોને સમજી જાવ એ કોઇને નહીં ગમે...ખાસ કરીને આ ધર્મગુરુઓને.
જ્ઞાનની મોટી-મોટી વાતો કરશો એ ચાલશે, પણ પ્રેમ... ના.. હો... ના...ના કરાય...
સીધા સૂલી,ઝેર કે ગોળીએ દઇ દેવાશે...
તમે જ્ઞાનફળ ખાવ, પણ જીવનફળ નઇ...
મોજ ના કરો,પ્રેમ ના કરો,આનંદ ના કરો,(વધારે ના ઉડો...)આમ કરો તો તમે અધર્મી,પાપી થઇ જાવ.
ધર્મ યોગ્ય છે,ધર્મગુરુઓ અયોગ્ય છે.
પરંતું ધર્મ અહિંયા એવું કાર્ય કરી ગયો કે જે,"જ્ઞાનફળ ખાય,એને જીવનફળ ખાવાની ઇચ્છા થાય,થાય,અને થાય જ."
હવે એ વાર્તામાં બીચારા માનવીએ "જ્ઞાનફળ"ની સાથે સાથે "જીવનફળ" પણ ખાઇ લીધું.
હવે? હવે શું હોય...ધર્મગુરુઓ કહે એ જ થાય.
આ માનવી અધર્મી છે,એમને નાખી દો "ગાર્ડન ઓફ ઇડન્સ"માં.
એને ત્યાં ફેંકી દેવામાં તો આવ્યો,પરંતું "ધર્મને આંચ ના હોય",એ ન્યાયે એ માનવી સીધો આવી પહોંચ્યો પૃથ્વીલોક.
અને જેને જેને એ મળ્યો એમણે "જીવનરસ" ચાખી લીધો.

એક બીજી વાત કહું. તમારા વિશે પચીસ માણસો બોલે કે આ માણસ આવો છે! આ બહેન આવી છે! આ સાધુ આવો છે! આ ધાર્મિક માણસ આવો છે! કંઈ પણ બોલે, પરંતુ તમે જો ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હો, બંદગીમાં રુચિ ધરાવતા હો તો એમને વળતો જવાબ ન આપવો. નિજાનંદીએ એ વખતે ચૂપ રહેવું, કેમ કે જ્યારે એ પચીસ લોકોને તમે જવાબ નહીં આપો ત્યારે સમગ્ર અસ્તિત્વ એમને જવાબ આપશે.
વ્યક્તિત્વ નહીં, અસ્તિત્વ જવાબ આપે છે. આકાશવાણી થાય છે.
નરસિંહ મહેતા માટે થઈ.
કોઈ ને કોઈ અવાજ આવે છે.
શંકર શિવસંકલ્પ કરે છે અને આકાશવાણી થાય છે.
એનો મતલબ એ છે કે થોભો, પ્રતીક્ષા કરો, અસ્તિત્વને બોલવા દો.
આપણે સોના-ચાંદીમાં ડૂબી જઈએ એવા નબળા માણસો છીએ? આપણું બોલીને કરવુંય શું છે?
ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિએ એટલી બધી ગાળો દીધી, પરંતુ શંકરે દક્ષને જવાબ ન આપ્યો. ત્યાં તો જવાબ ન આપ્યો, પરંતુ ઘરે જઈને સતીને પણ ન કહ્યું કે તારા બાપે મારું આવું અપમાન કર્યું! આ છે શિવતત્ત્વ.
"જ્યારે કોઈ વ્યક્તિ સમજણ સાથે ચૂપ થઈ જાય ત્યારે અસ્તિત્વ બોલે છે."
આ પાઠ આપણે શીખવો પડશે. આ બધાં જીવનનાં ફળ છે.
પરમાત્મા બ્રહ્માએ જે સૃષ્ટિ બનાવી છે એમાં જ્ઞાનનું ઝાડ પણ છે અને જીવનનું ઝાડ પણ છે, પરંતુ તથાકથિત ધર્મવાળાઓએ કહ્યું, જ્ઞાનનું ફળ ખાઓ, જીવનનું ફળ ન ખાઓ!

‘ગાર્ડન ઓફ ઇડન’. આ વાર્તા અહીં એટલા માટે અલગ રીતે રજૂ કરી રહ્યો છું કે જેમને જ્ઞાન સમજાયું એ જીવનને એન્જોય કરશે,મોજમાં રહેશે,સકારાત્મક રહેશે. અને જેમને સમજ નથી આવી એ જીવનનું ફળ નહીં ખાય.

આ જૂની કથા જ્ઞાનનાં ફળ ખાવાની વાત કરે છે. બાકી જ્ઞાનનાં ફળ ખાધાં પછી પણ જીવનનો રસ ન મળે તો આપણે જવું પડે આ તથાકથિત ધર્મગુરુઓ પાસે.
અને પછી એ પોતાની દુકાનો ચલાવે કે આમ કરો, તેમ કરો! આ હવન કરો, આ પૂજા કરો,શની નડે,કેતુ નડે,રાહુ નડે,મંગળ નડે... બોલો

અરે ભાઇ સૌથી પહેલો તો તું નડે છે,જીવવા દે ને શાંતીથી યાર...

ધન્ય છે આ ભારત દેશ, કે જેના પાયામાં સનાતન ધર્મ છે, કે જે જ્ઞાન પણ આપે છે, જીવન પણ આપે છે. મતલબ કે સનાતન ધર્મ જ્ઞાન સાથે જીવન પણ આપે છે.

તો ત્યાં ‘ગાર્ડન ઓફ ઇડન’માં એ બંને વ્યક્તિને મૃત્યુના મુખમાં ધકેલવામાં આ‌વી! ત્યાં એમને સાપ મળ્યો.
સાપને એ લોકોએ પૂછ્યું, અમે એન્જોય કરી રહ્યા છીએ અને આ બધા ધર્મવાળાઓ અમારી પાછળ પડ્યા છે! આવામાં અમે એન્જોય કેમ કરીએ?’
તો સાપે કહ્યું, ‘ભલે મારામાં વિષ હોય, પરંતુ જીવનનો રસ હું બતાવું,આ દુનિયા ગમે તે કહે, પણ તમે જ્ઞાનનું ફળ ખાઓ અને જીવનનાં વૃક્ષનાં ફળ ખાઈને તમે ધન્ય થઈ જાઓ. જાઓ, સૌને કહો. મારી વાત કોઈ નહીં માને. તમે સમજાવો. મારાથી તો લોકો ડરે છે,એટલે તેઓ દૂર ભાગશે!’

સાપ છે એ આપણો માર્ગદર્શક છે. એ જ સાપ જે મહાદેવના ગળામાં છે. એ આપણને જીવનનું રહસ્ય શીખવે છે.
જીવન આ છે. પણ કોને સમજાવવું?
અજ્ઞાનીને સમજાવવામાં આવે છે.
ભર્તૃહરિ કહે છે, વિશેષજ્ઞને વધારે સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ કંઈ સમજતા નથી છતાં પણ પોતાને પંડિત કહેવડાવે છે,એમને તો બ્રહ્મા પણ નથી સમજાવી શકતા!

"જે સ્વયંને અજ્ઞાની માને છે,એ જ મહાજ્ઞાની છે."

તો બસ...
આમજ હસતા-રમતા રહો...
અને મારી જેમ હંમેશા "મહાદેવની મસ્તીમાં મસ્ત" રહો....

જય ભોળાનાથ...

હર હર મહાદેવ... હર...

-Kamlesh

Gujarati Blog by Kamlesh : 111601826
krishana datta 3 years ago

In short... ધર્મ કહો કે અન્ય મનુષ્ય મેન્યુઅલ ... એના નામે એ લોકો એવા રોબોટ 🤖 બનાવવા માંગે છે કે જે ક્યારેય બળવો ના કરે.. ખાસ કરીને એમની સામે

krishana datta 3 years ago

Even PK knows..e wrong number hai

Kamlesh 3 years ago

ધન્યવાદ દિપાલીજી....

Kamlesh 3 years ago

ધન્યવાદ નિધિજી...

Nidhi_Nanhi_Kalam_ 3 years ago

Jordar prastuti👌👌👌

Kamlesh 3 years ago

સનાતન સત્ય... હંમેશા પ્રશ્નો કરતા રહેવું... અત્યુત્તમ વિચાર...

Parmar Geeta 3 years ago

હા પણ આપે કહ્યું તેમ અહંકાર આવી જાય કે હું બહુ જ્ઞાની છું.. એના કરતાં આપણે અજ્ઞાની બનીને રહેવું અને બની શકે તો જીજ્ઞાસા વૃત્તિ રાખવી જેથી કરીને તમારી જેવા જ્ઞાની પાસે થી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય.. 🙏😀😀

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી... આપના તો નામમાં જ "ગીતા" છે...

Parmar Geeta 3 years ago

વાહ વાહ વાહ વાહ... એકદમ સાચું છે.. એટલે હું મારી જાતને અજ્ઞાની સમજું છું એ બરાબર છે.. 👍

Kamlesh 3 years ago

ધન્યવાદ પારુલજી...

Kamlesh 3 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાઇ...

Jainish Dudhat JD 3 years ago

અતિ દુર્લભ દર્શન થયા પ્રભુના 😄 સ્વાગત છે આપનું 🙏🙏

Kamlesh 3 years ago

ધન્યવાદ શેખરભાઇ...

Kamlesh 3 years ago

ખુબ ખુબ આભાર... આ તો આપ સૌ નો સ્નેહ છે... જય ભોળાનાથ....

shekhar kharadi Idriya 3 years ago

अति सुंदर

Krishna 3 years ago

Wahhhhh wahhhhh wahhhhh bhaiji aapno akho matrubharti parivar aapno krutaghni che, Aap j aatlu undu ghnan amne Aapo cho e baddal aapno khub khub aabhar bhaiji 🙏🙏🙏 Jay bhole 🙏🙏🙏

Kamlesh 3 years ago

ધન્યવાદ વિરાજ ભાઇ...

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

VRaj 3 years ago

Wah.. kamleshbhai ..bov j mast vat..

SHILPA PARMAR...SHILU 3 years ago

Are wah....guruji.... Jordar post... ઘણા દિવસો પછી આવી post વાંચવા મળી.... ખરેખર મજા આવી..... ખૂબ આભાર..આટલું બધું સત્ય જણાવવા માટે......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now