સુધામૃત
=================================

શરદ પૂનમની રાત્રે સોળે શણગાર સજીને ગરબે ધૂમવા જતાં પહેલાં ઝરુખામાં આવી પૂર્ણ ખીલેલા ચંદ્રને જોતા શશાંકને સુધાએ જોયો ને જાણે તે શશાંક તરફ ખેંચાઈ જ આવી!

"અરે વાહ! શું ચાંદ ખીલ્યો છે!" - સુધાથી જાણે છલકાઇ જ જવાયું.

"હા,જોને ... ક્યારનો હું ય રાહ જોતો હતો."

"શું ?" - સુધાએ સાંભળ્યું છતાં સમજાયું નહીં.

"કંઈ નહિં ; એ તો એમ કહેતો'તો કે આજે શરદ પૂનમ શોળે કળાએ ખીલી છે..." - ને બસ, પછી શશાંક ચંદ્રની ચાંદનીમાં ઓળઘોળ થઈ ગયો.

###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Microfiction by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111601706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now