ખુલ્લો છે હૃદયનો દ્વાર હર પલ
આવી તો જો
વણ કહેલા શબ્દો કંડાર્યા છે નયન માં કોતરણીની
કદર કરી તો જો
છલકાયો છે પ્રેમ સાગર મનમાં
ઉંડે ઉતરી તો જો
વાંસળી બનવા વિંધાયું છે આ શરીર
અધર પર વગાડી તો જો શ્વાસોઉછશ્વાસની સોડમમાં છે તુ
સૂંઘી તો જો
હોઠો ની લાલી ની હસી છે તું
મુસ્કાન બનીને તો જો રોમેરોમમાં તું જ સમાયો મારી સાથે
રમી તો જો
પાંખો ફફડાવી ફફડાવી લખે છે પીંછાથી આ મોરની
મસ્તકે સજાવી તો જો
થાકી આંખો વાટ જોતા જોતા મન મોહના
મિલન કરાવી તો જો

Gujarati Religious by Jigna : 111600344
Jigna 3 years ago

આભાર બલદેવભાઈ

Jigna 3 years ago

આભાર આકાશભાઈ

Baldev Solgama 3 years ago

બહેતરીન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now