ચાલો ફરી એક વાર જીવી લઈએ;
ફરી એ બાળપણ જીવી લઈએ;...ચાલો ફરી...

ગામના પાદરના વિશાળ વડની,
વડવાઈ પર ઝુલા ઝુલી લઈએ;

તળાવની પાળ પર દોડતાં દોડતાં,
તળાવ માં ભુસકા મારી લઈએ;...ચાલો ફરી...

ભાડાની સાઈકલ ઉપર ચાલોને,
ડબ્બલ સવારી ગામ ફરી લઈએ;

કાગળની નાની મોટી હોડી બનાવી,
વરસાદના પાણીમાં તેરવી લઈએ;...ચાલો ફરી...

તારું મારું કરતાં કરતાં ચાલોને,
ફરી એ મિઠો ઝગડો કરી લઈએ;

દુનિયાદારી ને મુકી બાજુમાં દોસ્તો,
ફરી એ બાળપણ જીવી લઈએ;...ચાલો ફરી...

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111599734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now