જિંદગી જીવાય જશે

ચિરાઈ જશે તો હૃદયના તારથી સિવાય જશે,
આત્મબળના જોરે  જિંદગી જીવાય જશે.

ચંદન ઓરસિયા પર ઘસાઈને મહેકી  જશે,
અગરબત્તીની સુગંધ સાથે ભળીને જિંદગી જીવાય જશે.

ઈચ્છાઓની દીવાલો એક પછી એક ચણાતી જશે,
ઉંબરાઓ ઓળંગતા ઓળંગતા જિંદગી જીવાય જશે.

વિષાદ વચ્ચે પણ સ્મિત વિસ્તરતું જશે,
ખુલ્લા રાખી મનના દ્વાર જિંદગી જીવાય જશે.

દિવામાંનું દિવેલ વાટ દ્વારા બળતું રહેશે,
પ્રકાશ ફેલાવતા ફેલાવતા જિંદગી જીવાય જશે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111599039
ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી 3 years ago

ધર્મ ધ્યાન ને પૂજા પાઠ તો છે આત્મ સંતોષ માટે, માત્ર માણસાઈ જો સૌ દાખવે તો ક્યારેક પ્રભુને અમસ્તાં જ મળાઈ જશે🙏💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now