કયાંક કોઇનું પ્રોત્સાહન મળી જાય અને અંતરમાં છુપાયેલી ઊર્મિની અભિવ્યક્તિની ઈચ્છા વ્યક્ત સ્વરૂપે
બહાર આવે એ ક્ષણ નિરૂપતું આ કાવ્ય.

કૂવાને એક તરસ હતી,
જોઇ વાટ ઘણા વરસ હતી.
પાતાળ એક ઝરણું હતું,
વણબોટ્યું, વણપ્રીછ્યું હતું.
ઊર્મિનો ફુવારો હતો,
મૌન સાધેલો કલરવ હતો.
જોઇ ચમકતી પાણી રેખ,
પાતાળે પહોંચ્યો ઘડો એક.
અથડાયો,પછડાયો પણ ડૂબ્યો છેક,
ફુટી પછી તો એવી સરવાણી,
ઘડે,ઘડે પાણીની લહાણી.
-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111597008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now