બંધ મુઠ્ઠી સહેજમાં પરખાઈ ગઈ,
શ્વાસની મૂડી બધી ખર્ચાઈ ગઈ.
એ પછી એની મજા ક્યાંથી રહે?
એક મુંગી વેદના ચર્ચાઈ ગઈ.
ડુબવામાં શું ગયું એ સૂર્યનું !
આપણા સંગાથની પરછાઇ ગઈ.
સવ વચાળે જે મને શોધી રહી,
એ જ આંખો રૂબરૂ શરમાઈ ગઈ.
કેમ આવ્યાં'તા 'અઝીઝ' દુનયા મહી?
વાત છેલ્લી પળ સુધી વિસરાઈ ગઈ.


-Dipti

Gujarati Blog by Dipti : 111596925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now