રમી લીધું ઘર ઘર રમત માં ઘણું,
હવે ઘરે જવાનો સમય થઇ ગયો.

બંધ મુઠ્ઠી સહેજ માં પરખાઈ ગઈ,
શ્વાસની મુડી બધી જ ખર્ચાઈ ગઈ.

એ પછી એની મજા ક્યાંથી રહે?
એ મૂંગી વેદના ચર્ચાઈ ગઈ.

ડૂબવામાં શું ગયું એ સૂર્ય નુ!
આપણાં સંગાથની પરછાઇ ગઈ.

સૌ વચાળે જે મને શોધી રહી,
એજ આંખો રૂબરૂ શરમાઈ ગઈ.

કેમ આવ્યા હતા દુનિયા મહી?
વાત છેલ્લી પળ સુધી વિસરાઈ ગઈ....

Gujarati Poem by Kailas : 111596557
Bakul 3 years ago

વાહ ખુબ સરસ ગઝલ રચી છે ... બહુ જ ગમી અદભુત શબ્દો....

मनिष कुमार मित्र" 3 years ago

વાહ વાહ વાહ.... ખુબ મર્મસ્પર્શી હૃદયસ્પર્શી મનોભાવો વ્યક્ત કરતી સુંદર રચના ધન્યવાદ

shekhar kharadi Idriya 3 years ago

अति सुन्दर

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now