#Kavyotsav
#કાવ્યોત્સવ
#શબ્દરંગ

જીવન છે, મૃત્યુ છે,
તારો સહવાસ અમર છે.
સુખ છે, દુઃખ છે,
તારા મિલનની હૂંફ છે.
સ્પર્શ છે, સંસર્ગ છે,
તારી યાદોનું આલિંગન છે.

સુગંધ છે, સુવાસ છે,
તારા તન-મનની ફોરમ છે.
સૂર છે, તાલ છે,
તારા સ્વરનો આલાપ છે.
ઇચ્છા છે, અભિલાષા છે,
તારા પ્રેમની આશા છે.

હેત છે, ધૃણા છે,
તારા સાથનો નેહ છે.
વાદ છે, વિવાદ છે,
તારા શબ્દોનાં પડઘા છે.
માન છે, અપમાન છે,
તું મારું સ્વમાન છે.

Gujarati Poem by Dr Hina Darji : 111596352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now