હવે અરમાન નથી રાખવા શણગારી,
ના બતાવશો મને આ કદ રૂપુ લાગે છે.
ક્યાં સુધી લટકતો રહ્યો ભટકતો તારો બની,
ના બતાવશો મને ચંદ્ર ખાલી ધબો લાગે છે.
આઘુ કર્યું છે ખુદ ને લાગણી ની ભીનાશ થી,
ના બતાવશો મને વરસાદ માવઠું લાગે છે.
આડંબર આવડતો નથી કે નથી શીખવું,
ના બતાવશો મને ઓડકાર તીખો લાગે છે.
જિંદાદિલ છું ને રહીશ મન ની ફકીરી નો,
ના બતાવશો મને મોન મંગળ લાગે છે.
ખોલી નાખ્યા બંધ દ્વાર બુદ્ધિ ના ,
ના બતાવશો મને આ હૃદય ખાલી લાગે છે.

-Jadeja Ravubha P

Gujarati Poem by Jadeja Ravubha P : 111596331
मनिष कुमार मित्र" 3 years ago

ખુબ જ સુંદર અને ઉત્તમ રદયસ્પર્સી કવિતા રચના માટે ધન્યવાદ 🙏

Jadeja Ravubha P 4 years ago

Dhanywaan dr hina જી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now