કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.




પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા.

કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.

શ્લોક--🌈
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहन |
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी ||

Gujarati Religious by Parmar Narvirsinh : 111596304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now