#Navratri
#કાવ્યોત્સવ

શરદ પૂનમની રાત ને ભીનાશ છે ઝાકળ નો
આજ રમવું છે રાસ સંગ તારે...
હો કાન્હા... રમવું છે રાસ સંગ તારે..

વાગે છે ઢોલ નગારા ને રણકાર છે ઝાંઝર નો
છેડ્યો છે સરગમ ને સૂર અનેરો ....
કે આજ રમવું છે રાસ સંગ તારે.... હો કાન્હા....

ઓઢી છે નવરંગ ચુંદડી ને સોળ શણગાર રૂપનો
આભે ચમકતા તારલા ને અજવાસ અનેરો..
કે આજ રમવું છે રાસ સંગ તારે... હો કાન્હા...

હૈયે છે આશ એક મારી ને સંભળાય સૂર વાંસળી નો
કેમે કરીને સમજાવું જાત ને કે ઉમંગ છે અનેરો...
કે આજ રમવું છે રાસ સંગ તારે....
હો કાન્હા... રમવું છે રાસ સંગ તારે.

જય શ્રી કૃષ્ણ

Gujarati Poem by Gor Dimpal Manish : 111595490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now