જન્મથી મૃત્યુ સુધી મળતી, ક્ષણ અને પળ,
આનંદથી જીવન જીવવા, જીવન સાર્થક કરવા માટે હોય છે.
ભુલ સુધારવા કે પાપનું પ્રાયશ્ચિત કરવા વપરાતી પળ કે ક્ષણ
એ આપણી ભુલ, બેદરકારી, અજ્ઞાનતા, કે આપણા મનસ્વી અહંકારી સ્વભાવ ને કારણે વપરાતી હોય છે.
જે આપણને સમગ્ર જીવન દરમ્યાન મળતાં સમયમાંથી એ પળ કે ક્ષણની બાદબાકી થઈ જતી હોય છે.

માટે આપણને મળતી દરેક પળ કે ક્ષણ

જે સમયે જે કરવાનું છે, તે સમયે તે ન કરીએ,
તો નીર-ઉપયોગ

કોઈનું જોઈ/સાંભળીને કરીએ તો
દુર-ઉપયોગ

આપણો સમય પારખી તેનો ઉપયોગ કરીએ તો
સદ્-ઉપયોગ

પરીણામના વિચારથી નિર્ણય ન બદલીએ
જે કરીએ આત્મવિશ્વાસ,મક્કમતા,ધીરજ અને ખંતથી કરીએ
પ્રભુ નિરાશ નહીં થવા દે.

Gujarati Thought by Shailesh Joshi : 111594946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now