તારી પ્રતિક્ષા..

પાંપણ ઝૂકી ગઈ છે પ્રતિક્ષામાં થાકીને!
આગમનની ઓળખ અણજાણી જો રાખી છે.
થોડી વ્હાલની મિસરી ઉલેચી છે ખોબલે,
બીજી કોઈ લાગણીઓ અમે ક્યાં ચાખી છે.
ધબકારની સુરાવલી સાંભળી છે આપની,
જયાં સાતેય સૂરની મર્યાદા ઝાંખી છે.

                      -ડૉ.સરિતા(માનસ)

Gujarati Romance by Dr.Sarita : 111594931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now