આવ્યાં છે માતાજીના નવલાં નોરતાં;
કરીએ પુરા માતાજીની પુજાના ઓરતાં;

પહેલે નોરતે મા શૈલપુત્રી આવતાં;
નવા નવા રૂપે સૌને ગરબે ઘુમાવતાં;

બિજે નોરતે મા બ્રહ્મચારિણી પધારતાં;
હર્ષ, ખુશી થી માતાજીને વધાવતાં;

ત્રીજે નોરતે મા શ્રી ચંદ્રઘંટા પુજાય;
ઢોલીડાના તાલે મા નાં ગરબા રમાય;

ચોથે નોરતે થાય મા કુષ્માંડાની આરતી;
ગરબા માં ખેલૈયાઓનો ઉત્સાહ વધારતી;

પાંચમા નોરતે શ્રી સ્કંદમાતા પુજાતાં;
કરે સૌ માની આરતી વાજતાં ગાજતાં;

છઠ્ઠે નોરતે મા શ્રી કાત્યાયની દેવી આવતાં;
ઢોલ નગારે માતાજીના ગરબા રે ગવાતા;

સાતમે નોરતે થાય મા કાલરાત્રિનું પુજન;
નવા નવા ગરબાઓનું થાય બધે ગુંજન;

આઠમે નોરતે થાય મા મહાગૌરીનું આગમન;
રંગબેરંગી દીવડા થી ઝગમગી ઉઠે આસમાન;

નવમે નોરતે પુજાતાં મા શ્રી સિદ્ધિદાત્રી;
આનંદ મંગળ માં થઈ જાય પુર્ણ નવરાત્રિ;

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111594713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now