"હું માણસ છું "
તેનું ગૌરવ રાખું.
સૃષ્ટિ નિર્માતા- ભગવાન
મારી અંદર
આવીને વસ્યા છે
તેથી
આ શરીરને કિંમત છે.
સમર્થ શક્તિ એવા
ભગવાન મારી અંદર છે
તો હું
દીન-હીન-લાચાર- દૂબળો- બિચારો- બાપડો
કેવી રીતે હોઈ શકું?
હું પણ ધારું તે
કરી શકું છું
થઇ શકું છું
બની શકું છું.
ભગવાનનું શ્રેષ્ઠ સર્જન
એવો
"હું માણસ છું "
તેનું મને ગૌરવ હોવું જોઈએ.
આજે પૈસો, સત્તા,વિધ્વત્તા હોય તેને જ કિંમત છે.
તે જેની પાસે નથી તેને કિંમત નથી.
પણ
ભારતીય સંસ્કૃતિ કહે છે કે
"માણસ "તરીકે
માણસની કિંમત થવી જોઈએ.
જેમ દૂધ હોય તો તેને પોતાની મિઠાશ હોય છે જ.
તેમાં ખાંડ, કેસર નાખીએ તો તેની મિઠાશ વધે છે
પણ
એનો અર્થ એ નથી કે
દૂધની પોતાની મિઠાશ નથી.!!
ખાંડ, કેસર વ.એ
દૂધનું ડેકોરેશન છે.
તેમ
પૈસો, સત્તા હોવી એ માણસનું ડેકોરેશન છે.
તેનાથી માણસની કિંમત વધતી હશે
પણ
તે બધું ન હોય તો પણ માણસને કિંમત છે
કારણ અંદર ચૈતન્ય શક્તિ બિરાજમાન છે.
સૌ પહેલાં,
" હું માણસ છું "
તેનું ગૌરવ રાખીને જીવું. (પછી ડોક્ટર, વકીલ વ. છું. )
આજે સમાજમાં જે
નાત-જાત,
ધર્મ-ધર્મ
ઉંચ-નીચ,
ગરીબ-તવંગર વ. ના
ભેદભાવ છે
તેનો આ એક જ ઉકેલ છે
કે
માણસને માણસ તરીકે જોવામાં આવે.
"હું માણસ છું "
તેનું ગૌરવ રાખું
અને
આત્મસન્માન થી જીવું.
તેમ
બીજો પણ
"માણસ છે"
તેનું પણ ગૌરવ જાળવું
અને
"પર સન્માન "રાખું.
સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા, અર્વાચીન ૠષિ એવા પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ
ગીતાના વિચારો દ્વારા,
ત્રિકાળ સંધ્યાના માધ્યમથી
"ભગવાન મારી જોડે છે"
વાત દ્રઢ કરાવી
સમાજમાં આ પ્રકારની
ક્રાંતિ નિર્માણ કરી છે
અને "હું માણસ છું "
તેનું ગૌરવ ઉભું કર્યું છે.
પરિણામે સમાજમાંથી
તમામ ભેદો દૂર થયા છે.
અને વિવિધ ધર્મ, જાતિ,અમીર- ગરીબ ભેદોથી પર થઇને
ઐક્યથી,
ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે.
તેથી જ પ.પૂ .દાદાનો જન્મદિન 19 ઓક્ટોબર "મનુષ્ય ગૌરવદિન" તરીકે સ્વાધ્યાય પરિવાર ભાવથી ઉજવે છે.
કરોડો લોકોના જીવનમાં "સદા દિવાળી " લાવનાર પૂ.દાદાજીને તેમના જન્મદિને કોટી કોટી વંદન.
🙏🏻🙏🏻🙏🏻

Gujarati Blog by Krishna : 111594622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now