હા હું ઉંબરો

ના અંદર, ના બહાર
હું વચ્ચે જ રહેતો

સહુ મુજ પર પગ સાફ કરતા
છતાં તેમનું સ્વાગત કરતો

જમવા વખતે કરે હડધૂત
છતાં નવવધુનું ગૃહ પ્રવેશ કરાવતો

રહેતા હરકોઇ છાંયડે
હું તો હમેશાં તડકો જ સહેતો

નવ દંપતિ નું આગમન કરાવતો
હા હું છું ઉંબરો... હા હું છું ઉંબરો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111594552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now