આવી નવલા નોરતાંની રાત રે
ઝૂમે સૌ કોઈ જો ગરબાની સંગાથ!!

ઘનઘોર કાળી અંધારી રાતે રે
માતનો ગરબો થાય એવો પ્રકાશિત!!

નવે નવ દિવસો ઝૂમે‌ લોકો રે
ચારેકોર ગુંજે મારી માતાનાં ગીત!!

માતની આરતી હોંશે ગવાય રે
ગરબાનો હરખ ભૂલાવે જાત પાત!!

અંબાને છપ્પન ભોગ ધરાય રે
માઁની ચુંદડીમા ચીતરી નવરંગ ભાત!!

માઁની ચુંદડીનો તો રંગ રાતો રે
જોઈ એને મલકાય સૌ કોઈ ભક્ત!!

માઁ આવે સજી સોળ શણગાર રે
દર્શન પામી હરખાય જો આખી નાત!!

#navratri
#kavyotsav

Gujarati Poem by Sujal B. Patel : 111594157
Tinu Rathod _તમન્ના_ 3 years ago

ખૂબ સરસ..👌 શુભ નવરાત્રિ..🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now