" કોરોના "

તું ઘરે રહી જાય અને હું હોસ્પિટલ પહોંચી જાવું...!!
કદાચ, એવું પણ બને...!!
મારા છેલ્લા શ્વાસ વખતે તું સાથે ન પણ હોય...!!
તો માફ કરજે મને...
કદાચ, મારી કંઈ ભૂલ થઈ હોય
કદાચ, મારાથી કંઈ બોલાઈ ગયું હોય
તો માફ કરજે મને...
કદાચ, એવું પણ બને...!!
તારે મને બચાવવી હોય...
પણ તારી પાસે પૈસા ન હોય...
તો તું પ્રાર્થના કરજે પ્રભુને કે,
હું તારી પાસે પાછી આવું...!!
કારણ... છેવટે તો બધું એને જ હાથ છે...
ખૂબજ ખરાબ સમય આવ્યો છે...!!
એક પછી બીજાનો વારો આવ્યો છે...!!
માણસ માણસથી દૂર ભાગતો આવ્યો છે..!!   
મહાસત્તા પણ હાર માનીને બેઠી છે...!!
કદાચ, એવું પણ બને...!!
સમય લાગે આ સમયને પસાર થતાં...
તો, તું સાવધાન રહેજે તેનાથી...
સામનો કરજે તેનો...પ્રભુને પ્રાર્થના🙏 કરજે તું...
બસ હવે બસ, બહુ થયું હવે તો તે ચાલ્યો જ જશે...
કદાચ, એવું પણ બને...!!

- જસ્મીન

Gujarati Poem by Jasmina Shah : 111593391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now