તું નકામું થાકવાનું બંધ કર.
ઘર બરફનું બાંધવાનું બંધ કર.

શું થયું ને શું થશે, ક્યારે થશે?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.

મોતને હશે ગરજ તો આવશે.
એ દિશામાં તાકવાનું બંધ કર.

હસ્તરેખા પણ પસીને ચમકશે.
તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર.
100100

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111590316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now