નાનાજી દેશમુખ ની જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ વંદન

નાનાજી દેશમુખ નો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.નાનાજી દેશમુખ નું જીવન સંધર્ષ સાથે વિતવ્યું હતું.તેમને નાનપણમાં પોતાના માતાપિતા ગુમાવી દીધા હતા.તેઓનું પાલન પોષણ તેમના મામા ને ત્યાં થયું હતું.પોતાનો અભ્યાસ પુર્ણ કર્યો.

તિલક જી ની વિચાર ધારા થી પ્રભાવિત થયા.તેઓની પ્રતિમા ને ઓળખી હેડગેવાર જી તેઓને શાખા માટે આવવા કહયું. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ જોડાયા.તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ના રંગે રંગાયા.પોતાનું જીવન સંધને સમર્પિત કરી દીધું .ડો.હેડગેવાર જી ના મૃત્યુ પછી. સંધે તેમને મોટી જવાબદારી આપી .તેઓને પ્રચારક તરીકે ઉતર પ્રદેશ મોકલ્યા.ઉતર પ્રદેશ માં સંધની શાખાઓ લગાડી.ગાંધી જી ની હત્યા નો આરોપ માં સંધ પર પ્રતિબંધ લગાડવામાં . ત્યાર બાદ જનસંધની સ્થાપના થઇ.ડો ગુરુ જી ના કહેવાથી તેઓ જનસંધમાં જોડાયા અને તેનું કામ કરવા લાગ્યા.અટલ જી ની સરકારમાં રાજયસભાના સાંસદ બનાવવામાં આવ્યા.તેઓ 60 વર્ષની ઉંમર પછી રાજનીતિમાં સંન્યાસ લઇને સમાજસેવકનું કામ કરવા લાગ્યા.તેઓ પોતાનું પૂર્ણ જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ.

Gujarati Blog by Pandya Ravi : 111590139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now