ગુજરાતી ભાષા ના કવિ , નિબંધકાર અને સંપાદક એવા સુરેશ.દલાલ ની જન્મજયંતી એ શત્ શત્ નમન

સુરેશ દલાલ નો જન્મ મુંબઇના થાણા થયો હતો.તેઓ પોતાનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો.કોલેજ પુરી કરી અને માસ્ટર ઓફ આર્ટસ કર્યુ.પી.એચ ડી ની પદવી મેળવી.કોલેજના અધ્યાપક તરીકે ફરજ બજાવી.

સુરેશ દલાલ અનેક કવિતાઓની રચનાઓ કરી , અનેક નિબંધો લખ્યા. ગુજરાતી સાહિત્યમાં પોતાની લેખનશૈલી થી લોકોને પ્રભાવિત કર્યા.

સુરેશ દલાલ સાહેબ ની મને ગમતી એક રચના

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,


‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

-સુરેશ દલાલ


શત્ શત્ નમન દલાલ સાહેબ

Gujarati Blog by Pandya Ravi : 111590005
Pandya Ravi 4 years ago

Thank You So Much

Pandya Ravi 4 years ago

Thank you so much

Pandya Ravi 4 years ago

Thank you so much

Pandya Ravi 4 years ago

Thank You So Much

Pandya Ravi 4 years ago

Thank You So Much

Sejal Raval 4 years ago

ખૂબ સુંદર

Bhumika Gadhvi अद्रिका 4 years ago

આપણે આપણી રીતે રહેવું, ખડક બનવું હોય તો ખડક.. નહીતો નદીની જેમ શાંત વહેવું.. સુરેશ દલાલ...

Pandya Ravi 4 years ago

Thank You So Much

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now