જ્યારથી થયો છે તારા થી ઇશ્ક;
કે'છે લોકો કે થયો આ #માનસિક ;

કોઇ કે'છે દિવાનો, કોઇ કે પાગલ;
જ્યારે થયો તારી અદાથી ઘાયલ;

નથી સુખ, ચેન કે નથી આરામ;
તારી યાદમાં વિતે સવાર ને શામ;

તારા વિના અધુરી છે આ જીંદગી;
તારી સાથે વિતે કરૂં એજ બંદગી;

માંગુ જીવનમાં હમેશાં સાથ તારો;
હર એક મોડ પર રહે સંગાથ તારો;

ભલેને કહેતા લોકો મને #માનસિક ;
સદા કરતો રહીશ બસ તને ઇશ્ક;

#માનસિક

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111589684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now