દરિયાની લહેર સમી બની તારી આ યાદો,
ઊછળ કુદ કરીને સ્પર્શી તારી આ યાદો,
વિહવળ થઇ ભીંજવે તારી આ યાદો,
મથું ભૂલવા પણ આવે તારી આ યાદો,
પાસે હોય ત્યારે બને એ ઓટ સમી ને,
જાય ત્યારે ભરતી બની આવે તારી આ યાદો,
સવારના સુરજના કિરણો બનાવે જ્યાં તારું તૈલી,
સંધ્યાના સથવારે વ્યથિત કરે તારી આ યાદો.

Gujarati Thought by Siddarth : 111589547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now