રહસ્યની ખોજમાં જીવન ખોયું,
મળ્યું જ્યારે રહસ્ય જીવનનું,
       ત્યારે જીવન ના રહ્યું..
ભગવાનની ખોજમાં રસ્તા ઘસ્યા ,
મળ્યાં જ્યાં ભગવાન ઘરમાં માબાપરૂપે,
       ત્યારે માબાપ ના રહ્યાં..
સંબંધોની ખોજમાં ઘરેઘરે ફર્યો ,
મળ્યાં સંબંધો પોતાના જ ઘરમાં,
      ત્યારે સંબંધી ના રહ્યાં..
મિત્રતાની ખોજમાં આમતેમ ભટકી,
હતાં મિત્રો પાસેજ તો દુનિયા ફરી,
થયો અહેસાસ મિત્રતાનો ,
       ત્યારે મિત્રો ના રહ્યાં..
લાગણીનાં બંધન માટે તને શોધતી ફરી,
તું હતો પાસેને હું આમતેમ ખોજતી,
થયો અહેસાસ પ્રેમનો,
      ત્યારે લાગણી જ ના રહી..

     ✍️. ધ્રુપા પટેલ.

-Dhrupa Patel

Gujarati Poem by Dhrupa Patel : 111584090
shekhar kharadi Idriya 4 years ago

અત્યંત સુંદર.્

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now