આજે ગાંધી જયંતી છે...


કાઢો ખાદી ના ઝભાં અને ટોપી આજે ગાંધી જયંતી છે,
કાલથી ફરી જીન્સ ટીશર્ટ જ પેરવાના છે આજે ગાંધી જયંતી છે.

ચાલો બાપુના વિચારો ને ફેલાવીએ આજે ગાંધી જયંતી છે,
કાલથી આપણા સ્વાર્થી વિચાર થી જ જીવવાના છીએ આજે ગાંધી જયંતી છે.

ચાલો અહિંસાની રેલી કાઢીએ ગાંધી જયંતી છે,
કાલથી નાની મોટી વાતમાં ક્રોધ કરવાનો જ છે આજે ગાંધી જયંતી છે.

ચાલો આજે સભાઓ ભરી સત્ય નિષ્ઠ અને પરોપકાર ના ભાષણ કરીએ આજે ગાંધી જયંતી છે,
કાલથી તો જુઠા વાયદા જ કરવાના છે આજે ગાંધી જયંતી છે.

ચાલો વૈષ્ણવજન ના ભજન કરીએ આજે ગાંધી જયંતી છે,
કાલથી ડી. જે નું નાચ ગાન તૈયાર જ છે આજે ગાંધી જયંતી છે.

ચાલો એમના વિચારો ને વાંચી જીવનમાં અમલમાં મુકવાની વાત કરી લઈએ આજે ગાંધી જયંતી છે,
કાલથી તો આપણા આળસુ વિચારોથી જીવવાનું છે આજે ગાંધી જયંતી છે.

કાઢો ખાદી ના ઝભાં અને ટોપી આજે ગાંધી જયંતી છે...

©
-રોનક જોષી
#મહાત્મા

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111583548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now