જિંદગીના આ રમખાણ માં
કશેક હાર છે તો કયાંક જીત પણ

મન ના મેળાવડા માં ક્યાંક મનભેદ છે
તો ક્યાંક અચલ મનમેળ પણ

સૂકી ભઠ્ઠ લાગણીઓ ને વિરહ વરસે છે
ને તોય ક્યાંક સ્પંદનો અજાણ્યા ખીલી જાણે પણ

આકાર લેતા અરમાનો ક્યાંક તૂટે છે
તોય સાહસરૂપી અપેક્ષા અતૂટ રહે પણ

સફર ની શોધ માં મંજિલ ખૂટે છે
ને ક્યાંક સૂકુંન નું સંભારણું જડી જાણે પણ

ને આમ જ આ પણ માં જાણે પંડ મળી જાય છે.

Gujarati Blog by Hina Modha : 111582307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now