એની નૂર થી ભરેલી આંખો,
મેલા પાણીમાં દેખાઈ ગઈ,
એના મુલાયમ વાળ જોઈ ,
રેશમના કિડા ને ઈર્ષા થઈ ,

એના બે હોઠોના સ્પર્શ થી ,
સુકોમળ ને પણ પીડા થઈ,
એની વાણી ની મીઠાશ થી,
સાકર પણ શરમાઈ ગઈ,

એની કાયાની સુંદરતા જોઈ,
અપ્સરાઓ પણ ગભરાઈ ગઈ,
એને દુરથી આવતી જોઈ,
રૂપની સીમિતતા વિખાઈ ગઈ.

Gujarati Shayri by Raaj : 111582251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now